ગુજરાતના કોમી એકતાના પ્રતીક સમા ધર્મસ્થાન ભડિયાદ પીર મહેમુદશાહ બુખારી દાદાના સલાના ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. દરગાહના મૂંજાવર બાવુંમિયા બાપુના પાવન સાનિધ્યમાં સમગ્ર ઉર્સ ઉજવાયો હતો. અહીં દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા. દરગાહ ખાતે નિશાન ચડાવવા, સંદલ શરીફ સહિત ની ધાર્મિક પરંપરાઓ નિભાવવામાં આવી હતી.
ઉર્સ કમિટી, સેન્ટ્રલ મેદની કમિટી સહિત વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પોમાં સુવા રહેવા અને ભોજન નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. દરગાહ ખાતે લાખો શ્રદ્ધાળુઓએ દર્શન અને દુઆ સલામ કર્યા હતા. દરેક જ્ઞાતિ જાતિ ના દર્શનાર્થીઓ બુખારી દાદા પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવે છે. પોલીસ પ્રશાસન, સરકારી તંત્રના તમામ વિભાગો દ્વારા સુંદર સહકાર આપવામા આવ્યો હતો. આરોગ્ય વિભાગની સેવા પણ સરાહનીય હતી.
આ તકે સમાજ અગ્રણી હબીબભાઇ મોદને જણાવ્યું કે, રાજ્ય સરકાર કોમી એકતા અને શાંતિ એખલાસના પ્રતીક સમી આ દરગાહને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સામેલ કરી પરિસરનો વિકાસ કરવા સરકારને અપીલ કરી હતી.સમિતિના પ્રમુખ મહંમદ રજા બુખારીએ જણાવ્યું કે ઉર્સના સફળ આયોજન માટે બનાવાયેલ તમામ કમિટીઓ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર ઉર્સ શાંતિ, શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો.