આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ફાઈનલ બાદ એક મોટો વિવાદ જાવા મળ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની એક હરકતે બધાને હેરાન પરેશાન કરી નાખ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના કોઈ પણ અધિકારી ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીત્યા બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં હાજર રહ્યા ન હતા. જ્યારે આ ટુર્નામેન્ટના હોસ્ટ જ તેઓ હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ માટે એક પણ પ્રતિનિધિ ન મોકલવાની આકરી ટીકા થઈ રહી છે.
ભારતે રવિવારે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ૪ વિકટથી હરાવ્યા બાદ ત્રીજીવાર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ભારતની જીત બાદ આઈસીસીના અધ્યક્ષ જય શાહ, બીસીસીઆઈના અધ્યક્ષ રોજર બિન્ની, સચિવ દેવજીત સૈકિયા અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ડાયરેક્ટર રોજર ટુસેએ ખેલાડીઓને ટ્રોફી આપવા માટે મંચ શેર કર્યો હતો.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ ઓપરેશન ઓફિસર અને ચેમ્પિયન્સ ટ્રોફી ઈવેન્ટ ડાયરેક્ટર સુમૈર અહેમદ દુબઈમાં હતા. પરંતુ તેમને પોડિયમમાં આમંત્રણ અપાયું નહતું. ટેલિકોમ એશિયા સ્પોર્ટના એક રિપોર્ટ મુજબ પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવી દેશના આંતરિક મંત્રી તરીકે પોતાના અધિકૃત કર્તવ્યોના કારણે દુબઈ જવામાં અસમર્થ હતા. રાષ્ટ્રપતિ આસિફ જરદારનો ઈસ્લામાબાદમાં સંયુક્ત સત્રમાં બોલવાનો કાર્યક્રમ હતો. મોહસિને આઈસીસીને જણાવ્યું હતું કે તેઓ તેમાં વ્યસ્ત છે.
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે આ તેમની સમજ બહાર છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મંચ પર પોતાનો એક પણ પ્રતિનિધિ ન મોકલ્યો. એક્સ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં શોએબ અખ્તરે કહ્યું કે, ભારતે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે, પરંતુ મે કઈક અજીબ જાયું. પાકિસ્તાન ટુર્નામેન્ટમાં મેજબાન હતું, પરંતુ અહીં (ટ્રોફી આપતી વખતે) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કોઈ પ્રતિનિધિ નહતા. આ મારી સમજથી બહાર છે.
શોએબ અખ્તરે કહ્યું, ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ બાદ પોડિયમમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું પ્રતિનિધિત્વ કરવા અને ટ્રોફી આપવા માટે કેમ કોઈ નહતું? કૃપા કરીને તેના વિશે વિચારો. આ એક વૈÂશ્વક મંચ છે, પરંતુ દુખની વાત એ છે કે મે પીસીબીના કોઈ પણ સભ્યને જાયા નહીં. આ જાઈને ખુબ ખોટું લાગે છે. કેટલાક પૂર્વ પાકિસ્તાની ખેલાડીઓની નજરમાં આ એક નકારાત્મક સંકેત છે કે પીસીબી અધ્યક્ષ આ ઉજવણીમાં સામેલ થયા નહીં, કારણ કે ભારત ફાઈનલમાં પહોંચી ગયું અને વિજયી બન્યું.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ ઓપરેશન ઓફિસર અને ચેમ્પિયન્સ ટ્રોફી ઈવેન્ટ ડાયરેકટર સુમૈર અહેમદ દુબઈમાં હતા, પરંતુ તેમને મંચ પર બોલાવવામાં આવ્યા નહીં, ભલે રિપોર્ટમાં કહેવાયું હોય કે પોડિયમ પર કોણ ઊભા રહેશે તે આસીસી પસંદ કરે છે. પરંતુ એક પાકિસ્તાન પત્રકાર દ્વારા પોસ્ટમાં દાવો કરાયો કે મોહસિન નકવીએ ફાઈનલ અને પ્રેઝન્ટેશનમાં સામેલ થવાનું હતું, પરંતુ તેમની તબિયત સારી નહતી એટલે તેઓ સામેલ થયા નહીં.