ડિસેમ્બર ૨૦૨૪માં ‘પુષ્પા ૨’ની રિલીઝ ઈવેન્ટ દરમિયાન એક મહિલાએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો, ત્યારબાદ અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી ગઈ હતી. હવે રામ ચરણની આગામી ફિલ્મ ‘ગેમ ચેન્જર’ની પ્રી-રીલીઝ ઈવેન્ટ બાદ બે લોકોના મોત થયા છે.રાત્રે રાજમુંદરીમાં ‘ગેમ ચેન્જર’ની પ્રી-રીલીઝ ઈવેન્ટમાં હાજરી આપ્યા બાદ અભિનેતાના બે ફેન્સ મૃત્યુ પામ્યા હતા. આ કાર્યક્રમમાં રામ ચરણ અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પણ હાજર હતા. ફિલ્મ ‘ગેમ ચેન્જર’ના મેકર્સે આ ઘટના બાદ થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે.
બે ચાહકોની ઓળખ ૨૩ વર્ષીય અરવા મણિકંટા અને ૨૨ વર્ષીય ઠોકડા ચરણ તરીકે થઈ. ‘ગેમ ચેન્જર’ની પ્રી-રીલીઝ ઈવેન્ટમાં હાજરી આપ્યા બાદ બંને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રોડ અકસ્માતમાં બંનેએ જીવ ગુમાવ્યો હતો. આ મામલે રંગપેટા પોલીસે ગુનો નોંધ્યો છે.
ફિલ્મના નિર્માતા દિલ રાજુએ અકસ્માતમાં મૃત્યુ પામેલા બે લોકો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. તેમણે બંને છોકરાઓના પરિવારને ૫-૫ લાખ રૂપિયા અને દરેક રીતે મદદ કરવાની ખાતરી આપી હતી. મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા દિલ રાજુએ કહ્યું, ‘મને હમણાં જ ખબર પડી કે ‘ગેમ ચેન્જર’ની ઇવેન્ટમાંથી પાછા ફર્યા બાદ ૨ ચાહકો મૃત્યુ પામ્યા. તો પવન કલ્યાણે મને પૂછ્યું કે શું આ કાર્યક્રમનો કોઈ વિકલ્પ છે, કારણ કે તેમણે મને કહ્યું કે જ્યારે આટલા મોટા કાર્યક્રમ પછી કંઈક દુર્ભાગ્ય થાય છે ત્યારે તે કેટલું દુઃખદાયક છે.
તેઓ આગળ કહે છે, ‘રામ ચરણ અને મેં આ કાર્યક્રમ માટે આગ્રહ કર્યો અને તેને આયોજિત કરવાની માંગ કરી. હું પ્રાર્થના કરું છું કે તેમના આત્માને શાંતિ મળે અને અમે બંને પરિવારો સાથે ઊભા રહીએ અને તેમને ટેકો આપીએ. હું તરત જ દરેક પરિવારને ૫ લાખ રૂપિયા મોકલી રહ્યો છું અને ખાતરી આપું છું કે અમે તેમની સાથે ઊભા રહીશું.’ પવન કલ્યાણે પીડિત પરિવારોને ૫ લાખ રૂપિયાની આર્થિક સહાયનું વચન પણ આપ્યું છે.