ગણોતધારાની જોગવાઈઓ હેઠળ ટ્રસ્ટ તથા કંપનીઓ દ્વારા પૂર્વ પરવાનગી વિના વેચાણ રાખેલ જમીન નિયમબદ્ધ કરવાની અરજીઓ તા.૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં કરવી. રાજ્ય સરકારના મહેસુલ વિભાગના તા.૧૫-૩-૨૦૨૪ના જાહેરનામાથી ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ-૧૯૪૮ સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ- ૧૯૪૯ અને ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ અંતર્ગત પબ્લિક ટ્રસ્ટ અથવા સખાવતી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી કંપની એક્ટ-૨૦૧૩ હેઠળ નોંધાયેલ કંપની ગણોતધારાની જોગવાઈઓ મુજબ પૂર્વ પરવાનગી વિના ખરીદવામાં આવેલ જમીનનું વેચાણ નિયમબદ્ધ કરવા માટે અરજી કરવાની સમય મર્યાદા તા.૩૧ માર્ચ, ૨૦૨૫ નિયત થયેલ છે.