અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટીસ શેખર કુમાર યાદવ યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનમાં મુસ્લીમો વિરુદ્ધ તેમની ટિપ્પણીઓને કારણે ચર્ચામાં છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં તેમના ભાષણના કેટલાક ભાગો પર કેટલાક રાજકીય પક્ષોએ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. વિપક્ષના કેટલાક સાંસદોએ પણ તેમને હટાવવા માટે સંસદમાં નોટિસ આપીને મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટીસ યાદવને સમન્સ પાઠવી કડક ચેતવણી આપી છે. આ બધાની વચ્ચે એક લીગલ ન્યૂઝ વેબસાઈટ ‘લીફલેટ’એ દાવો કર્યો છે કે સુપ્રીમ કોર્ટના જજ રહીને પૂર્વ સીજેઆઇ ડીવાય ચંદ્રચુડે જસ્ટીસ યાદવની નિમણૂકનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમણે સુપ્રીમ કોર્ટના તત્કાલિન સીજેઆઇને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે યાદવ હાઈકોર્ટના જજ બનવા માટે યોગ્ય નથી. બીજી તરફ પૂર્વ સીજેઆઇ ચંદ્રચુડે પણ અન્ય કાનૂની સમાચાર વેબસાઈટ લાઈવ લો સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી છે કે હા, તેમણે જજ તરીકે જસ્ટીસ શેખર યાદવની નિમણૂકનો વિરોધ કર્યો હતો.
લાઈવ લો સાથે વાત કરતા પૂર્વ સીજેઆઇ ડીવાય ચંદ્રચુડે કહ્યું, ‘એ વાત સાચી છે કે શેખર યાદવની સાથે, મેં ભત્રીજાવાદ, જોડાણો અને અન્ય પૂર્વગ્રહોને કારણે અન્ય ઘણા નામોનો પણ વિરોધ કર્યો હતો.’ તેમણે વધુમાં કહ્યું કે ન્યાયાધીશના સંબંધી હોવાને કારણે અયોગ્યતાનું કારણ નથી. ભૂતપૂર્વ ઝ્રત્નૈંએ કહ્યં કે સીટીંગ જજાએ હંમેશા તેઓ શું બોલે છે તેની કાળજી રાખવી જોઈએ, પછી ભલે તે કોર્ટની અંદર હોય કે બહાર. તેમના નિવેદનોથી એવો સંદેશ ન મળવો જોઈએ કે ન્યાયતંત્ર પક્ષપાતી હોવાની છાપ પડે.
આખરે, પૂર્વ સીજેઆઇ ચંદ્રચુડે જસ્ટીસ યાદવની નિમણૂકનો વિરોધ કેમ કર્યો? ‘ધ લીફલેટ’એ પોતાના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. ચંદ્રચુડે તેમની આરએસએસ લિંક્સ, કેન્દ્રમાં એક મંત્રી સાથેની તેમની નિકટતા કે જેઓ તે સમયે ભાજપના રાજ્યસભાના સાંસદ હતા અને તેમના પર્યાપ્ત અનુભવના અભાવના આધારે યાદવની ન્યાયાધીશ તરીકેની નિમણૂકનો વિરોધ કર્યો હતો.
‘લીફલેટ’એ સુપ્રીમ કોર્ટના દસ્તાવેજાના વિશ્લેષણના આધારે પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. રિપોર્ટ અનુસાર, જ્યારે જસ્ટીસ ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટના જજ હતા, ત્યારે ૨૦૧૮માં તત્કાલિન સીજેઆઇ દીપક મિશ્રાએ શેખર યાદવની નિમણૂક અંગે તેમનો અભિપ્રાય માંગ્યો હતો, જે તે સમયે કાયદાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા, તેમને અલ્હાબાદ હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કર્યા હતા. હકીકતમાં, ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ ના રોજ, અલ્હાબાદ હાઈકોર્ટના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ દિલીપ બાબાસાહેબ ભોસલેના નેતૃત્વમાં હાઈકોર્ટ કોલેજિયમે જજ બનાવવા માટે ૩૩ વકીલોના નામ મોકલ્યા હતા. જસ્ટીસ ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટના જજ બનતા પહેલા અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ રહી ચૂક્યા હોવાથી તત્કાલિન સીજેઆઈ દીપક મિશ્રાએ આ નામો પર તેમનો અભિપ્રાય માંગ્યો હતો.
‘લીફલેટ’ તેના અહેવાલમાં આગળ લખે છે કે જસ્ટીસ ચંદ્રચુડે ૧૩ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ તત્કાલિન ઝ્રત્નૈં દીપક મિશ્રાને એક પત્ર લખ્યો હતો. પત્રમાં,
તેમણે યાદવના કથિત રીતે અપૂરતા અનુભવ, આરએસએસ સાથેના તેમના સંબંધો અને તત્કાલીન ભાજપના રાજ્યસભા સાંસદ કે જે હવે કેન્દ્રમાં મંત્રી છે સાથે યાદવની નિકટતાનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેઓ ન્યાયાધીશ બનવા માટે યોગ્ય નથી. ચંદ્રચુડે યાદવને લઈને પોતાની નોંધના અંતમાં લખ્યું છે કે, ‘તે હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થવાને લાયક નથી.’
ખાસ વાત એ છે કે જે ૩૩ વકીલો માટે જસ્ટીસ ચંદ્રચુડની સલાહ માંગવામાં આવી હતી તેમાંથી તેમણે માત્ર ૬ નામોનું સમર્થન કર્યું હતું. ૨૨ નામો માટે, જસ્ટીસ ચંદ્રચુડે તેમની નોંધમાં લખ્યું છે કે તેઓ ‘અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે યોગ્ય નથી’. જસ્ટીસ ચંદ્રચુડે પોતાની નોંધમાં લખ્યું હતું કે, ‘ઉમેદવાર સહાયક સરકારી વકીલ છે. તેઓ ૫૪ વર્ષના હોવા છતાં તેમની પાસે કામનો પૂરતો અનુભવ નથી. તે સરેરાશ વકીલ છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય સભ્ય છે. તેઓની નજીક છે જે ભાજપમાંથી રાજ્યસભાના સભ્ય છે.સીજેઆઇ દીપક મિશ્રા નિવૃત્ત થયા. તેમના પછી જસ્ટીસ રંજન ગોગોઈ સીજેઆઇ બન્યા. ૧૨ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ, તેમની આગેવાની હેઠળના કોલેજિયમે જસ્ટીસ ચંદ્રચુડના વાંધાને અવગણીને શેખરયાદવની જજ તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી હતી. ૧૨ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ, યાદવને અલ્હાબાદ હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બાદમાં ૨૬ માર્ચ ૨૦૨૧ના રોજ તેમને કાયમી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા.