બીઝેડ બીઝેડ ગ્રુપ કૌભાંડના ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી હતી. જેના બાદ હવે આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેણે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. સાથે જ તેણે આગોતરા જામીનની અરજીમાં એફઆઇઆર ખોટી રીતે નોંધાઈ હોવાની રજૂઆત કરાઈ છે. ૬૦૦૦ કરોડના કૌભાંડી બીઝેડ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્ર સિંહ ઝાલાએ ધરપકડથી બચવા હવે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ઝાલા દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી છે. ભુપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જમીનને ગ્રામ્ય સેશન્સ કોર્ટે ફગાવી દીધા પછી, હાઇકોર્ટમાં ભુપેન્દ્રસિંહ ઝાલા એ અરજી દાખલ કરી છે. હવે ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે સુનાવણી કરવામાં આવશે. ભુપેન્દ્ર ઝાલાની અરજી પર સુનાવણી થઈ હતી. જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રજૂઆત કરી કે, મારા ખાતા ડીફ્રીઝ કરો, એક પણ ઈન્વેસ્ટરના પૈસા ડૂબશે નહીં. મારા ખાતામાં રહેલા પૈસા અંગત હેતુ માટે નહીં વાપરું. જે દિવસે એફઆઇઆર નોંધાઈ તે દિવસે એક પણ ઇન્વેસ્ટરનો એક પણ રૂપિયો ડૂબ્યો નહોતો. તમામ ઈન્વેસ્ટર્સને તેમના ઈન્વેસ્ટમેન્ટના રિટર્ન દર મહિનાના પહેલા અઠવાડિયામાં કરી દેવામાં આવતા હોય છે. જીપીઆઇડી એક્ટ લગાવી ખાતા ફ્રીઝ કર્યા, અને હવે ડિફોલ્ટનું બહાનું આપી જીપીઆઇડી એક્ટની કડક જોગવાઈઓનો અમલ કરાવવા માંગે છે. માત્ર શંકાના આધાર પર ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે. સરકારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની અરજીનો વિરોધ કર્યો છે. સરકારે જણાવ્યું કે, હાલ તપાસ ચાલુ છે, ૩૬૦ કરોડથી વધુના નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. આરોપી વર્ષ ૨૦૨૨ થી લોકોના પૈસા ડુબાડતો આવ્યો છે. ગ્રો મોર નામની સંસ્થામાં કર્મચારીઓના ખાતામાં પૈસા જમા કરાવી તેમની પાસેથી રોકડ ઉપાડી લેવડાવતો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે પણ તપાસ કરાવી છે. સોથી વધુ ફરિયાદો મળી છે. પોલીસ તપાસમાં ભૂપેન્દ્ર ઝાલા અને તેની જુદી જુદી ફર્મના એચડીએફસી,આઇડીએફસી, યશ બેંક આઇસીઆઇસીઆઇ, એયુ સ્મોલ બેંક, એક્સિસ બેંક, હિંમતનગર નાગરીક બેંક સહિતની બેંકમાં ૨૭ ખાતા મળી આવ્યા છે. જેમાં ભૂપેન્દ્ર ઝાલાના નામના સાત બેંક એકાઉન્ટ છે, બીઝેડ ફાઇનાન્સ સર્વિસના ચાર, બીઝેડ પ્રોફિટ પ્લસના ત્રણ, પ્રભાત ઝાલાના ૩, બીઝેડ મલ્ટી ટ્રેડનું એક, રણજિત ઝાલાના ચાર,બીઝેડ ઇન્ટરનેશનલ બુકિંગ પ્રા.લી.ના ત્રણ, મધુબેન ઝાલાનું એક અને બીઝેડ ટ્રેડર્સના ત્રણ મળી કુલ સાત ખાતા મળ્યા છે. ઝાલાની જુદી જુદી કંપનીની વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૩૭.૨૨ કરોડની ડિપોઝિટ મળી આવી છે.