દેશની ટોચની ૫૦૦ કંપનીઓમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના અમલી છે. આ યોજના અંતર્ગત ધો.૧૦, ધો.૧૨, આઈ.ટીઆઈ. ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ૨૧-૨૪ વર્ષની વય ધરાવતા, ફૂલ ટાઇમ નોકરી કે અભ્યાસ કરતા ના હોય તેવા રોજગાર ઇચ્છુક ઉમેદવારોને ૧૨ માસ માટે દેશની ટોચની ૫૦૦ કંપનીમાં વિનામૂલ્યે ઇન્ટર્નશીપનો લાભ મળી શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેવા રોજગારવાંચ્છુ ઉમેદવારોએ તા.૧૨ માર્ચ સુધીમાં www.pminternship.mca.gov.in પર ઓનલાઇન અરજી કરી રજિસ્ટ્રેશન કરાવવું. અરજી કરતા સમયે આધાર કાર્ડ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે રાખવા. આ યોજનામાં પસંદ થતા ઉમેદવારોને ૧૨ મહિના સુધી ઇન્ટર્નશીપ કરવાની તક મળે છે. ઇન્ટર્નને, કેન્દ્ર સરકાર દ્વારા માસિક રુ.૪૫૦૦ અને કંપની દ્વારા રુ.૫૦૦ની રકમ ચૂકવવામાં આવશે. એક વખત માટે રૂ.૬૦૦૦નું આકસ્મિક અનુદાન આપવામાં
આવે છે.