કોર્ટે એ પણ કહ્યું કે, પુરકાયસ્થની ધરપકડ સમયે તે જણાવવામાં આવ્યું નહોતું કે તેમની ધરપકડનું કારણ શું હતું.કોર્ટે કહ્યું કે પ્રબીર પુરકાયસ્થ નીચલી અદાલત દ્વારા નક્કી કરાયેલ બોન્ડની રકમ જમા કરાવ્યા બાદ જેલમાંથી મુક્ત થઈ શકે છે.પુરકાયસ્થની ધરપકડ ગયા વર્ષે આૅક્ટોબરમાં ચીન પાસેથી ગેરકાયદેસર ફંડ લેવાના આરોપમાં ‘યુએપીએ’ હેઠળ કરવામાં આવી હતી.
પ્રબીર પુરકાયસ્થના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં દલીલ કરી હતી કે તેમના અસીલને કસ્ટડીમાં લેવાતી વખતે તેમની ધકપકડનાં કારણો વિશે જાણ કરવામાં આવી નહોતી. જ્યારે આ માહિતી લેખિતમાં આપવી જાઈતી હતી.જાકે, દિલ્હી પોલીસ તરફથી એડિશનલ સાલિસિટર જનરલ એસ. વી. રાજુએ જણાવ્યું હતું કે, પુરકાયસ્થને જણાવવામાં આવ્યું હતું કે તેમની ધરપકડ કયા આધારે કરવામાં આવી હતી.તેમણે કહ્યું કે ‘યુએપીએ’ અંતર્ગત લેખિતમાં જાણકારી આપવી જરૂરી નથી.ગયા વર્ષે આૅક્ટોબરમાં ન્યૂઝ વેબસાઇટ ન્યૂઝક્લિકના જાડાયેલા ઘણા પત્રકારોનાં ઘરે દિલ્હી પોલીસે દરોડા પાડ્યા હતા. આૅગસ્ટ ૨૦૨૩માં ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના એક રિપોર્ટ બાદ આ દરોડા પાડવામાં આવ્યા હતા.રિપોર્ટમાં ન્યૂઝÂક્લક વેબસાઇટ પર આરોપ લગાડવામાં આવ્યો હતો કે તે ચીનનો પ્રચાર ફેલાવવા માટે અમેરિકન કરોડપતિ પાસેથી ફંડિંગ લે છે.
જે લોકો પર કથિત દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં વેબસાઇટના સ્થાપક અને સંપાદક પ્રબીર પુરકાયસ્થ, પત્રકાર અભિસાર શર્મા, અનીન્દ્યો ચક્રવર્તી, ભાષા સિંહ, વ્યંગકાર સંજય રાજૌરા, ઇતિહાસકાર સોહેલ હાશ્મીનો સમાવેશ થાય છે.પોલીસે દરોડા દરમિયાન મોબાઇલ, લૅપટાપ, કમ્પ્યુટર, સહિત ઇલેકટ્રોનિક સામાન જપ્ત કર્યો હતો.દિલ્હી પોલીસે આતંકવાદી વિરોધી કાયદા ‘યુએપીએ’ હેઠળ કેસ નોંધ્યો હતો અને આ મામલે ન્યૂઝક્લિકના એડિટર-ઇન- ચીફ પ્રબીર પુરકાયસ્થ અને એચઆરના વડા અમિત ચક્રવર્તીની ધરપકડ કરી હતી.આ પહેલા ન્યૂઝ વેબસાઇટ અને તેમનાં ફંડિંગના તપાસ ૨૦૨૧માં શરૂ કરવામાં આવી હતી.તે સમયે દિલ્હી પોલીસની ઇકોનોમિક આૅફેન્સ વિંગે વેબસાઇટ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ત્યારબાદ ઈડીએ પણ આ મામલે કેસ નોંધ્યો હતો.