આજકાલ આપણે જેવી રીતે ખેત પેદાશ લઈએ છીએ તે સામાન્ય રીતે સાચી નથી, કારણ કે ન તો તેમાં સિંચાઈનું કોઈ નિયંત્રણ હોય છે કે ન તેમની સાથે સહજીવી પાક કે છોડવાઓ લગાવવામાં આવે છે. આજનાં શાકભાજી ઝેરયુક્ત છે. જે ઝેર શરીરમાં જમા થાય છે અને અનેક બીમારીનું કારણ બને છે. જેમકે ડાયાબીટીઝ (મધુપ્રમેહ), કેન્સર, હૃદય રોગ કે અન્ય જીવલેણ ભયંકર રોગ. આ બધાથી મુક્તિ મેળવવા માટે ઝેર મુક્ત ખેતી એક માત્ર ઉપાય છે.
ખેતીની તૈયારી: જ્યારે આપણે કોઈ પણ છોડને રોપીએ છીએ, તો તેમાં લીલા ખાતરનાં રૂપમાં ઢાઈચા, કોઈ પણ કઠોળ જેમ કે, ચોળા, મગ, અડદ વગેરેને માટીમાં ભેળવવામાં આવે છે અને સાથે જ ખેતીનું પસયું કરતી વખતે એક એકરમાં ૨૦૦ લિટર જીવામૃત પાણીની સાથે આપીએ છીએ. જમીન ભરભરી થયા પછી માટીને હલકી અને બારીક કરવી જેથી માટીમાં સારી રીતે હાર કે ચાસ બનાવી શકાય. અંતિમ વાવણી કરતી વખતે ૪૦૦ કિલો ઘન જીવામૃત નાખીને તિરાડમાં રેડવું અને પછી ઉતર-દક્ષિણ દિશામાં હાર કે ચાસ કરવા.
બીજ સંસ્કાર: શાકભાજીના સારા ઉત્પાદન માટે બિયારણને બીજામૃતથી સંસ્કારીત કરવા. બિયારણને સંસ્કારીત કરવાથી બીજમાં સારૂં અંકુરણ આવશે અને સારા પાકનાં રૂપમાં સારૂ ઉત્પાદન મળશે. બિયારણને બીજામૃતમાં ડૂબાડવા, સામાન્ય બિયારણને ૬-૭ કલાક જયારે બીજા વિશેષ બિયારણને ૧૨- ૧૪ કલાક ડૂબાડવા, જેવા કે કારેલાના બીજ, ટીંડોરાના બીજને થોડા સમય બાદ કાઢવા. એમને છાયાંમાં સુકાવવા. ત્યાર બાદ બીજની વાવણી કરવી.
સાવચેતી: ૧) જ્યારે આપણે પહેલા વર્ષે રાસાયણીક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતીમાં આવીએ ત્યારે આપણે એવા શાકભાજી વાવવા કે જે ઓછા રાસાયણિક ખાતરનો પ્રયોગ કરી સારું ઉત્પાદન આપતા રહે. જેમ-જેમ તમારી જમીન મજબુત થશે, તેમ વધુ રાસાયણિક ખાતરની જરૂરિયાતવાળી શાકભાજીનું પણ ઉત્પાદન લઈ શકશો. આમ આપણે પ્રથમ વર્ષમાં જમીનને જીવંત બનાવવાનો પ્રયત્ન કરીશું.
૨) શાકભાજીનો પાક લીધા પહેલા લીલા ખાતરના રૂપમાં ઢાઈચા કે દ્વિદળી, કઠોળનો પાક લેવો.
૩) ઉત્તરથી દક્ષિણ દિશામાં હાર કે ચાસ કરવા.
૪) એકદળી શાકભાજી સાથે દ્વિદળી શાકભાજીઓ એક સાથે વાવવી.
૫) યોગ્ય સમય પર જીવામૃત પાકને આપતાં રહો
રીતઃ- જો તમે બે છોડ વચ્ચે, ૨ ફૂટનું અંતર રાખતા હો તો ૪ ફુટના અંતર પર, ૨.૫ ફૂટનું અંતર રાખતા હો તો ૫ ફુટના અંતર પર અને ૩ ફુટનું અંતર રાખતા હો તો ૬ ફુટના અંતર પર ક્યારીઓ રાખવી. પહોળા કયારા (બેડ)ની સપાટી પર જીવામૃત છાંટવું. એકર દીઠ ૧૦૦ કિલો દેશી છાણીયા ખાતર સાથે ૨૦-૨૫ કિલો ઘન જીવામૃત કયારા (બેડ)માં છાંટી અને કાષ્ટથી આચ્છાદિત કરી દેવું. ક્યારામાં પાણી અને પાણી સાથે જીવામૃત છોડી દેવું. બે દિવસમાં વાપાસા આવી જશે. પછી કયારાનાં બંને ઢાળ પર વેલાવાળા શાકભાજી જેવા કે ટમેટા, કાકડી, તુરિયા, પેઠા, દુધી, કારેલા, તરબૂચ, ટેટી વગેરેના બીજ, બીજામૃત સંસ્કાર કરીને જમીનમાં હલકા એવા છિદ્ર કરીને તેમાં વાવી દેવા અને માટીથી ઢાંકી દેવા.
નાળાઓમાં પાણી અને તેની સાથે જીવામૃતને છોડી દો. બે દિવસમાં કયારામાં ભેજ આવી જશે. પછી નાળાના બંને પાળા ઉપર વેલાવાળા શાકભાજી જેવા કે ટામેટા, કાકડી, તુરીયા, પેઠા, કારેલા, દુધી, તરબૂચ, ટેટી એના બીજ બીજામૃત સંસ્કાર કરીને જમીનમાં હલકા એવા છિદ્ર કરીને તેમાં નાખી દેવું અને માટીથી ઢાંકી દેવું. આ પાળાઓથી થોડા નીચે બંને બાજુ લોબીયાના બીજ લગાવી અને ગલગોટા રોપી દેવા. પાણી સાથે જીવામૃત આપો. ચાર-પાંચ દિવસમાં કયારામાંથી પાણી કેશાકર્ષણના લીધે ભેજ પહોળા બેડ પર ઉપર સુધી પહોંચી જશે. આચ્છાદન અને જીવામૃત, કેશાકર્ષણ શક્તિને ઝડપથી કામમાં લગાવશે. બીજ નાખ્યાના સાત દિવસ પછી પહોળા બેડની સપાટી પર પાથરેલ આવરણની વચ્ચે લોખંડના સળિયાથી છિદ્ર કરી તથા સળિયાને થોડો હલાવીને બહાર કાઢી લો, ત્યાર બાદ તે છિદ્રમાં રીંગણા, કોબીજ અથવા મરચાંનો રોપ લગાવો અથવા ભીંડો કે ગુવારનાં બીજ એ છિદ્રમાં નાખો. જમીનની અંદરના ભેજના લીધે એ બીજ છિદ્રમાંથી બહાર આપમેળે જ આવી જશે અને વિકસિત થશે. સાત થી દસ દિવસ પછી કયારા દ્વારા પાણી આપો અને એ પાણી સાથે મહિનામાં એક અથવા બેવાર જીવામૃત પણ આપો.

જીવામૃતનો ઊપયોગ:
૧) વાવેતર પછી એક એકર જમીનમાં ૨૦૦ લિટર જીવામૃત પાણીની સાથે આપો.
૨) મહિનામાં બે વાર ૨૦૦ લિટર જીવામૃત પાણીની સાથે આપો, જ્યાં સુધી પાક ચાલુ રહે.
પાકમાં લગભગ ૬ વાર પાણીની સાથે જીવામૃત આપવાની જરૂર પડે છે. પરંતુ પાક પીળો પડે ત્યારે ૧૦% ગૌમૂત્રનો છંટકાવ કરવો.
૩) શાકભાજીના એક જીવામૃતનો રવિયા છંટકાવનાં રૂપમાં પ્રયોગ – એક એકર જમીનમાં
પ્રથમ છંટકાવ: વાવેતરનાં એક મહિના પછી પ લિટર જીવામૃતને ૧૦૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો.
બીજા છંટકાવ: પહેલા છંટકાવના ૨૧ દિવસ પછી ૭.૫ લિટર જીવામૃતને ૧૨૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો.
ત્રીજા છંટકાવ: બીજા છંટકાવના ૨૧ દિવસ પછી ૧૦ લિટર જીવામૃતને ૧૫૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો.
ચોથો છંટકાવ: ત્રીજા છંટકાવનાં ૨૧ દિવસ પછી ૧૫ લિટર જીવામૃતને ૧૫૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો.
પાંચમો છંટકાવ: ચોથા છંટકાવના ૨૧ દિવસ બાદ ૩ લિટર ખાટી છાશમાં ૧૦૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો.
છઠ્ઠો છંટકાવઃ- પાચમાં છંટકાવના ૨૧ દિવસ બાદ ૧૫ લિટર જીવામૃતને ૧૫૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો. કીટ અને રોગ જ્યારે પણ આપણા શાકભાજી પર કોઈપણ જંતુ લાગી જાય ત્યારે આપણે નીચે મુજબની દવાઓનો ઊપયોગ કરવો જોઈએ.
(ક) ચુસીયા પ્રકાની જીવાતઃ ચુસીયા પ્રકારની જીવાત માટે નિમ્બાસ્ત્રનો ઉપયોગ કરો.
(ખ) લીમડાનું તેલ પણ વાપરી શકાય છે. ૧૫૦૦ પીપીએમ લીમડાનાં તેલની માત્રા ૨ મિ.લિ. લિટર દીઠ પાણી સાથે મિશ્રિત કરી છંટકાવ કરવો.
(ગ) કૃમિ (સુંડી): ૩ લિટર બ્રમ્હા† ૧૦૦ લિટર પાણીમાં ભેળવી એક એકરમાં છંટકાવ કરવો.
(ઘ) થડ વેધક, ફળ વેધક, કૃમિ માટેઃ ૩ લિટર અગ્ન્યા† ૧૦૦ લિટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો.
(ચ) ફૂગના રોગઃ ફૂગ અને વાયરસ દ્વારા ફેલાતા રોગોના નિવારણ માટે ૩ લિટર ખાટી છાશમાં ૧૦૦ લિટર પાણી મેળવી છંટકાવ કરો. ખાટી છાશ ૩ થી ૪ દિવસ જૂની હોવી જોઈએ.