માળિયા હાટીના ગામના વતની સ્વ. અશોકભાઈ રામાભાઈ ડોડીયા ગત તા. ૦૮/૦૯/૨૦૨૨ના રોજ સાંજના સમયે વેરાવળ બાયપાસ રોડ પર અને નમસ્તે હોટેલ પાસે હેલ્મેટ પહેરતા હતા ત્યારે મોટરકારના ડ્રાઈવરે અડફેટે લેતા સ્થળ પર જ મોત નિપજેલ. આ કેસમાં ૧.પ૮ કરોડ વધુ રકમ ચૂકવવા વેરાવળ કોર્ટે હુકમ કર્યો છે. આ બાબતે ગુજરનારના વારસદારોએ કોડીનારના એડવોકેટ પ્રતાપસિંહ વી. ચાવડા દ્વારા મે. વેરાવળના નામદાર મોટર એક્સીડેન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલ સમક્ષ અરજી દાખલ કરેલ જે અરજીના કામે મહે. વેરાવળના નામદાર મોટર એક્સી ક્લેઇમ ટ્રિબ્યુનલ જજ એન.સી. રાવલ સાહેબે આ કામે અરજદારોએ રજૂ કરેલ પુરાવા તથા એડવોકેટ પ્રતાપસિંહ વી. ચાવડાની દલીલો ધ્યાને લઈ તા.૪/૪/૨૫ ના રોજ ગુજરનારના વારસદારોને વળતરની રકમ તેના ઉપર અરજીની તા. ૯% લેખેનું વ્યાજ આશરે રૂ. ૩૫,૬૪,૦૦૦/- મળી અંદાજે બે કરોડ રકમ તથા ખર્ચ ચૂકવવા હુકમ કરેલ છે.