પપૈયા સમૃદ્ધ ઇતિહાસ અને અસંખ્ય લાભ સાથેનો આકર્ષક છોડ છે. માત્ર ખેતરમાં જ નહીં બગીચામાં પણ તે શોભે છે. દક્ષિણ મેક્સિકો અને મધ્ય અમેરિકાના વતની, પપૈયા સદીઓથી ઉગાડવામાં આવે છે, અને આજે, તે વિશ્વભરમાં ઘણા ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે.
પપૈયા જેમણે કોઈ દિવસ જોયા જ નથી એમના માટે કૃષિ શાસ્ત્રના પાઠ્યપુસ્તકોમાં લખાતી સ્ટાઇલમાં એમ લખી શકાય કે પપૈયાના વૃક્ષો પ્રમાણમાં નાના હોય છે, જે વધુમાં વધુ ૧૦-૧૫ મીટર ઊંચા હોય છે, જેમાં એક જ દાંડી અને પહોળા, ગોળાકાર તાજ હોય છે. તેમના પાંદડા મોટા હોય છે, જેમાં ૭-૧૧ પોઇન્ટેડ લોબ હોય છે. બીજું ઘણું બધું કહી શકાય પરંતુ પપૈયા તમે તો જોયા છે.
પપૈયાના વૃક્ષો સારી રીતે નિકાલવાળી જમીન અને ગરમ, ભેજવાળી આબોહવા પસંદ કરે છે. પપૈયું છે, જેનો ઉપયોગ મીટ ટેન્ડરિંગ, કોસ્મેટિક્સ અને ફાર્માસ્યુટિકલ્સમાં થાય છે. પપૈયું ખાધા પછી તેની છાલ ફેંકી દેવાને બદલે ચહેરા ઉપર ઘસવામાં આવે તો ચહેરાની ચામડીની ચમક અને ખિસ્સાની દમક બંને વધે છે. આમાં થોડાક ગોબરવેડાં અને લુખ્ખાવેડાં અથવા તો લોભિયાવેડાં લાગતા હોય તો તમે પપૈયાની આ છાલ તમારા પાળેલા કૂતરાને પણ આપી શકો છો એને એ બહુ ભાવે છે. અમારો બુબુ પપૈયાની દાંડલી સહિત બધું જ ઝાપટી જાય છે. ભૂખ્યો હોય તો પોતાની મેળે જ પપૈયાનું થડ ખોદીને અથવા તો દાંડી કાપીને ઝાપટી જાય છે.
પપૈયાની ઘણી જાતો છે, જેમાં ‘મેરાડોલ’, ‘સનરાઇઝ’ અને ‘કેરેબિયન રેડ’નો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે મેક્સિકો અને બેલીઝમાં ઉગાડવામાં આવે છે. પપૈયાના ફળમાં ૮૮% પાણી, ૧૧% કાર્બોહાઈડ્રેટ્સ અને નજીવી ચરબી અને પ્રોટીન હોય છે. તે વિટામિન સીનો નોંધપાત્ર સ્ત્રોત અને ફોલેટનો મધ્યમ સ્ત્રોત પણ છે.
પપૈયાના વૃક્ષ ઝડપથી વિકસી શકે છે, ફળ આપે છે. પપૈયાના છોડનું લેટેક્ષ કેટલાક લોકોમાં બળતરા અને એલર્જીનું કારણ બની શકે છે. મેલેરિયા, અસ્થમા અને અન્ય બીમારીઓની સારવાર માટે પરંપરાગત દવામાં પપૈયાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. પપૈયા એ ઘણી વાનગીઓમાં લોકપ્રિય ઘટક છે, ખાસ કરીને દક્ષિણપૂર્વ એશિયન અને લેટિન અમેરિકન રસોઈમાં એકંદરે, પપૈયાનું વૃક્ષ સમૃદ્ધ ઇતિહાસ, અસંખ્ય લાભો અને ઉપયોગની વિશાળ શ્રેણી સાથેનો એક નોંધપાત્ર છોડ છે. અમારા ગામના એક ભાઈ લોકોને કેન્સરની દવા વિના મૂલ્ય આપતા હતા. આયુર્વેદમાં પોતાને તેઓ ખાનખાના સમજે છે. મેં એમને પૂછ્યું કે લોકો જે રોગમાં લાખોમાં ખર્ચાઇ જાય છે એવા કેન્સરની દવા તમે વિનામૂલ્ય કેમ આપો છો? દવામાં શું હોય છે? તો એમણે પોતાનું રહસ્ય ખોલવાનો ઇનકાર કર્યો. આનાથી મને પીળા કલરનો ગુસ્સો આવ્યો અને લાલ અવાજે એમને કહ્યુંઃ ” કોઈપણ દવાનું ઇન્ગ્રેડિયન્ટ તો કંપનીઓએ પણ જાહેર કરવું પડે છે તમે ડોક્ટર નથી છતાં દવા આપો છો અને ઇન્ગ્રિડિયન્ટ જાહેર કરતા નથી. હું માનું છું કે તમે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છો. મારે તમને મારી કલમે, મારે છાપે શા માટે ન ચડાવવા? તમે છાપે ચડવાની અને સુપ્રસિદ્ધ થવાની તૈયારી રાખો. તેમણે ધડામ કરતું કહ્યુંઃ અરે યાર અમે મફતમાં દવા આપીએ છીએ તો લોકોને કંઈક એવું લાગવું જોઈએ કે અમે કંઈક જાદુઈ વસ્તુ આપી રહ્યા છીએ. એટલે હું કોઈ ને કહેતો નથી કે કેન્સરની મારી જાદુઈ દવામાં ફક્ત અને ફક્ત પપૈયાના પાંદડાનો લોટ હોય છે… આ લોટથી ઘણાને ફાયદો થયો છે અને ફાયદો ન થયો હોય તેવા કેસમાં કોઈને નુકસાન તો થયું જ નથી.
હટ્ઠટ્ઠિહહ્વટ્ઠટ્ઠિૈઅટ્ઠ૨૭૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ