સાવરકુંડલા તાલુકાના ફાચરિયા ગામે વંડા, ફાચરિયા, ખાલપર અને બવાડીને જોડતા રસ્તા પર રૂ. ૧૩.૫૦ લાખના ખર્ચે બનેલા પ્રવેશદ્વારનું પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્વ. રામાણી ગીગાભાઈ રામભાઈના વારસદારોએ આ પ્રવેશદ્વારનું નિર્માણ કરાવ્યું છે. આ સમારંભમાં વંડા, ફાચરિયા, ખાલપર, આંકોલડા અને હઠીલાવાવ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કાળુભાઈ વિરાણીએ તેમના કાર્યકાળ દરમિયાન સાવરકુંડલા તાલુકામાં થયેલા વિકાસ કાર્યોની માહિતી આપી હતી. ખાલપરથી બવાડી સુધીનો રસ્તો બે તાલુકા લીલીયા અને સાવરકુંડલાને જોડતો ટૂંકો રસ્તો છે, જેને ડબલ પટ્ટી બનાવવાની ગ્રામજનોએ સરકાર પાસે માંગણી કરી છે. આંકોલડાના અમરભાઈ ખુમાણે કાળુભાઈ વિરાણીના કાર્યોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અંતે શિવલાલભાઈ રામાણીએ આભારવિધિ કરી હતી.