આ દિવસોમાં બંધારણને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર ચાલી રહી છે. આ દરમિયાન કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિતનું નિવેદન સામે આવ્યું છે. આંબેડકરે પોતે કહ્યું હતું કે, ભારતીય બંધારણના નિર્માણમાં બ્રાહ્મણોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે ક્રિષ્ના એસ દીક્ષિતે કહ્યું કે બંધારણ તૈયાર કરવા માટે રચાયેલી મુસદ્દા સમિતિના સાત સભ્યોમાંથી ત્રણ બ્રાહ્મણો હતા. જેમની બંધારણ બનાવવામાં મહત્વની ભૂમિકા હતી.
અખિલ કર્ણાટક બ્રાહ્મણ મહાસભાની સુવર્ણ જયંતિ નિમિત્તે બેંગલુરુમાં આયોજિત બે દિવસીય બ્રાહ્મણ સંમેલનમાં જસ્ટિસ કૃષ્ણા એસ દીક્ષિતે આ વાત કહી. તેમણે કહ્યું કે જા બી. એન. જો રાવે બંધારણનો મુસદ્દો તૈયાર ન કર્યો હોત તો તેને તૈયાર કરવામાં હજુ ૨૫ વર્ષનો સમય લાગતો. તેમણે કહ્યું કે મુસદ્દા સમિતિમાં સામેલ સાત સભ્યોમાંથી ત્રણ અલ્લાદી કૃષ્ણસ્વામી આયંગર, એન. ગોપાલસ્વામી આયંગર અને બી. એન. રાવ બ્રાહ્મણ હતા. દીક્ષિતે કહ્યું કે બ્રાહ્મણ શબ્દને જાતિને બદલે વર્ણ સાથે જાડવો જાઈએ.
જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત ઉપરાંત અન્ય જસ્ટિસ વી. શ્રીશાનંદે પણ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. દીક્ષિતે કહ્યું કે, બ્રાહ્મણ સમાજે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે ભીમરાવ આંબેડકરે પોતે બંધારણના નિર્માણમાં બ્રાહ્મણોના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. આંબેડકરે કહ્યું હતું કે જા બી. એન. જા રાવ બંધારણની મુસદ્દા સમિતિમાં ન હોત તો મુસદ્દો તૈયાર કરવામાં હજુ ૨૫ વર્ષનો સમય લાગત.
જસ્ટિસ દીક્ષિતે આંબેડકરના જીવનમાં બ્રાહ્મણ શિક્ષકના યોગદાન વિશે વાત કરતા કહ્યું કે ભીમરાવ આંબેડકરના એક શિક્ષક હતા જેનું નામ કૃષ્ણજી હતું, તેમણે જ ભીમરાવ આંબેડકર અટક આપી હતી, જેઓ પહેલા આંબાવડેકર હતા. આ સાથે તેમણે આંબેડકરને આર્થિક મદદ પણ કરી જેથી તેઓ તેમનો અભ્યાસ આગળ વધારી શકે. ન્યાયાધીશે કહ્યું કે આ બાબતો સ્પષ્ટપણે દર્શાવે છે કે બ્રાહ્મણ સમાજ દરેકનું સન્માન કરે છે.
જસ્ટિસ દીક્ષિતે કહ્યું કે વેદોનું વર્ગીકરણ કરનાર વેદ વ્યાસ એક માછીમારનો પુત્ર હતો. તેવી જ રીતે, વાલ્મીકિ પણ એસસી અથવા એસટી સમુદાયના હતા. તેમ છતાં તેમણે રામાયણ લખી જેની આપણે પૂજા કરીએ છીએ. તેમણે કહ્યું, શું આપણે બ્રાહ્મણોને એટલા માટે નીચું જાઈએ છીએ કે રામાયણના લેખક વાલ્મીકિ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિમાંથી હતા? તેમણે કહ્યું કે આપણે સદીઓથી ભગવાન રામની પૂજા કરીએ છીએ અને તેમના મૂલ્યોને બંધારણમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમના દ્વારા લખાયેલ રામાયણને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે.