રાજુલાના મોરંગી ગામે પત્નીએ તેના પતિને ‘બકાલું કેમ લાવ્યો નથી, મારે શાક શેનું બનાવવું’ કહેતા ફટકારી હતી. બનાવ સંદર્ભે દિવાળીબેન હરેશભાઇ વાઘ (ઉ.વ.૪૦)એ હરેશભાઇ નથુભાઇ વાઘ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેણે તેના પતિને બકાલું કેમ લાવેલ નથી, મારે શાક શેનું બનાવવું તેમ કહેતા સારૂ નહોતું લાગ્યું અને અશ્લિલ ગાળો આપી શરીરે આડેધડ ઢીકાપાટુનો મુંઢમાર માર માર્યો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.