બગસરાના નવી હળિયાદ ગામના પુરુષને અમરેલી એલસીબી ટીમે દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો હતો.ગભરૂભાઈ નાનાભાઈ ખાખડીયા (ઉ.વ.૫૨) નામનો ઇસમ નવી હળીયાદથી ઘંટીયાણ જવાના રસ્તે તેની વાડીએથી દેશી બનાવટના તમંચા (અગ્નિશસ્ત્ર) સાથે ઝડપાયો હતો. પૂછપરછ દરમિયાન તેણે વિસાવદર તાલુકાના પીરવડ ગામે રહેતા સુરેશભાઈ માણસુરભાઈ હુદડે તમંચો આપ્યો હોવાની કબૂલાત કરી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.ટી. બળસટીયા વધુ તપાસ કરી રહ્યા છે.