બગસરાના ભરવાડ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ૧૫૦૦થી વધુ પદયાત્રીઓ દ્વારકા જવા રવાના થયા હતા. બગસરામાં છેલ્લા ૧૫ વર્ષથી ફાગણ મહિનામાં હોળી અને ધુળેટીના સમયે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભરવાડ સમાજના ભાઈઓ અને બહેનો પદયાત્રામાં જોડાયા હતા. આ પદયાત્રા દરરોજ અંદાજે ૨૫ કિલોમીટરનું અંતર કાપશે અને ૯ દિવસમાં દ્વારકા પહોંચશે. દ્વારકા પહોંચ્યા બાદ પદયાત્રીઓ ગોમતી નદીમાં સ્નાન કરશે અને હોળીમાં ફૂલડોલની ઉજવણી કરશે.