બગસરાના અમરાપરામાં પતિએ પત્નીને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ માવજીંજવા ગામે રહેતી ધારાબેન સિતાંશુભાઇ પરમાર(ઉ.વ.૨૮)એ બગસરાના અમરાપરામાં રહેતા પતિ સિતાંશુ અમૃતભાઇ પરમાર, રેખાબેન અમૃતભાઇ પરમાર તથા
અમૃતભાઇ જીવરાજભાઇ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીઓએ તેમને કરિયાવર તેમજ ઘરકામ બાબતે મેણાટોણા બોલી શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. તેમજ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પતિએ આડેધઢ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એચ.મીંગ વધુ તપાસ કરી રહ્યા છે.