બગસરાના આદપુર ગામના એક યુવકનો ફોન ચોરાયો હતો. બનાવ અંગે નિકુંજભાઇ પ્રફુલભાઇ કેલૈયા (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, તેઓ આદપુર ગામે આવેલ તેમની બીડવાળી વાડી તરીકે ઓળખાતી વાડીએથી ઘરે જતા હતા તે દરમિયાન ફોન પડી ગયો હતો. જેની અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસ ચોપડે ફોનની કિંમત રૂપિયા ૧૩,૦૦૦ જાહેર થઈ હતી.