બગસરા તાલુકાના જુની હળિયાદ ગામે દબાણ હટાવવા અંગે જિલ્લા પંચાયતના સદસ્યએ આત્મવિલોપનની ચીમકી આપતા તા.૧રના રોજ પોલીસ દ્વારા અટક કરી જામીન આપવામાં આવ્યા હતા. બગસરા તાલુકાના જૂની હળિયાદ ગામે ૧૨૭ રસ્તાઓના દબાણ બાબતે જિલ્લા પંચાયતના સદસ્ય ચંદુભાઈ વાગડીયા(માઈકલ) દ્વારા ગ્રામ પંચાયતથી લઇ મુખ્યમંત્રી સુધી દબાણ હટાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ બાબતે કોઈપણ કચેરી દ્વારા બે વર્ષ સુધી પગલાં લેવામાં ન આવતા ચંદુભાઈ વાગડીયાએ ૨૧ તારીખના રોજ આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી જેને પગલે તા.૧રના રોજ જિલ્લા પંચાયતના સદસ્ય ચંદુભાઈ વાગડીયાની પોલીસ દ્વારા અટક કરી જામીન આપવામાં આવ્યા હતા પરંતુ જામીન પર છૂટ્યા બાદ તેમણે આત્મવિલોપનની જાહેરાત હજુ અકબંધ છે તેવું જણાવી તંત્રને દોડતું કરી મૂક્યું હતું. જિલ્લા પંચાયત સદસ્યએ તા.ર૧ના રોજ આત્મવિલોપનની ચીમકી આપી હતી ત્યારે ૧૦ દિવસ પહેલા શા માટે અટકાયત કરવામાં આવી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.