બગસરા તાલુકાના ડેરી પીપરીયા ગામે મગનભાઈ રાખોલીયાના ઘરથી રામદેવપીર મંદિરથી રામજી મંદિર તેમજ અરવિંદભાઈ બોરડના ઘર સુધી આરસીસી રોડનું વિકાસલક્ષી કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર તેમજ ડેરી પીપરીયાના ઉપ સરપંચ ભાવેશભાઈ ગોધાણી તેમજ ગ્રામ પંચાયત સદ્દસ્ય કિશોરભાઈ ઠુંમ્મર તેમજ ઘનશ્યામભાઈ પાનસુરીયા તેમજ નિહારભાઈ માલવિયા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.