બગસરાના એક વેપારીને મોબાઇલ પર ફોટા જોઈ કારનો સોદો કરવાનું ભારે પડ્‌યું હતું. વેપારીએ કાર ખરીદવા આંગડીયાથી રૂપિયા મોકલ્યા બાદ આરોપીએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો અને કાર પણ મોકલી નહોતી. જેને લઈ બગસરામાં રહેતા અને વેપાર કરતાં જયદેવભારથી ભનુભારથી ગૌસ્વામી (ઉ.વ.૪૮)એ વિસનગરમાં રહેતા પીયુષ પટેલ ઉર્ફે ચિરાગ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપીએ ખોટું નામ ધારણ કરી તેમની સાથે મોબાઇલમાં વોટ્‌સએપ પર ફોર વ્હીલ નંબર ય્ત્ન-૧૮-મ્ઈ-૧૫૫૬ ના ફોટા બતાવી વેચાણ બાબતેની વાત કરી તેમનો વિશ્વાસ કેળવી તા.૧૫/૦૭/૨૦૨૪ ના રોજ ફોર વ્હીલ કારની કિં.રૂ.૩,૨૦,૦૦૦ પી.એમ. આંગડીયા પેઢી બગસરા ખાતેથી મોકલી આપ્યા હતા. આરોપીએ પૈસા મેળવી લઇ મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો અને ફોર વ્હીલ કાર ન આપી છેતરપિંડી કરી હતી. બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.જી.મૈયા વધુ તપાસ કરી રહ્યા છે.