બગસરાના એક વેપારીને મોબાઇલ તથા એસી ખરીદીમાં કમિશન આપવાની લાલચ આપી વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો. જે બાદ આઈફોન, એસી તથા પંખા મંગાવી રૂપિયા ન ચૂકવીને છેતરપિંડી કરવામાં આવી હતી. બનાવ સંદર્ભે બ્રિજેશભાઈ જેન્તીલાલ રાઠોડ (ઉ.વ.૨૬)એ આર.સી. ઓનલાઇન કંપનીના માર્કેટિંગ મેનેજર રૂબીનાબેન હનીફભાઈ ચાનીયા, સોહીલભાઈ હનીફભાઈ ચાનીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, રૂબીનાબેન ચાનીયાએ તેમને મોબાઇલ તથા એ.સી.ના ખરીદીના વ્યવહાર કરી નફા પેટે કમિશન આપવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. જે બાદ તેમની પાસેથી અલગ-અલગ વેપારીઓ પાસેથી Phone 15 128GB- નંગ-06, One Plus 12 R- નંગ-05, IQ NEO 9 PROનંગ-૦૧-રૂ.૩૫,૧૫૦, એ.સી. નંગ-૦૪ મળી કુલ રૂ.૭,૩૪,૧૫૦ ની ખરીદી કરી તે રકમની ચુકવણી ન કરી રૂ.૭,૩૪,૧૫૦ની ઠગાઇ કરી હતી. ઉપરાંત સાહેદ પ્રિતીબેન રાજેન્દ્રભાઇ જોગી રહે.બગસરા વાળાને ક્રોમ્પટન કંપનીના ૪૦૦ પંખાનો ઓર્ડર આપી પંખાના રૂ.૭,૪૦,૦૦૦- ન આપી છેતરપિંડી કરી હતી. તેઓ પોતાના બાકી નીકળતા હિસાબના પૈસા આરોપીના ઘરે માંગવા જતા જેમ ફાવે તેમ ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.