બગસરા તાલુકાના શિલાણાથી સરંભડાના ગૌરવ સુવિધા પથ રોડનું અંદાજે રૂ. ૪૦ લાખના કામનું ખાતમુહૂર્ત તા.૦૩ના રોજ ધારાસભ્ય જે.વી. કાકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે, જિલ્લા ભાજપ મંત્રી મનોજભાઈ મહિડા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, જિલ્લા પંચાયત સદ્દસ્ય ધીરુભાઈ માયાણી, બગસરા તાલુકા પંચાયત પ્રમુખ બાબુભાઈ બકરાણિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ બાબરિયા, તાલુકા પંચાયત સદ્દસ્ય અશ્વિનભાઈ કોરાટ, વિપુલભાઈ ભેસાણીયા, ધારી માર્કેટિંગ યાર્ડ વાઇસ ચેરમેન હર્ષદભાઈ રાવલ, શિલાણાના સરપંચ જગદીશભાઈ ચાવડા અને બગસરા તાલુકા ભાજપના તમામ હોદ્દેદારો, સરપંચો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.