બગસરાની મેઘાણી હાઈસ્કૂલમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યાં હતા. બગસરાની મેઘાણી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા ત્રિવિધ કાર્યક્રમમાં નવનિયુકત સાંસદ ભરતભાઈ સુતરીયાના અભિવાદન સમારોહની સાથે સ્માર્ટ ક્લાસરૂમનું વિદ્યાર્પણ તેમજ હાઈસ્કૂલના બે કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, ગુજરાતના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા સહિતના મહેમાનોના હસ્તે સ્માર્ટ ક્લાસરૂમનું વિદ્યાર્પણ કરાયુ હતું. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ જયોત્સનાબેન રીબડીયા, ચીફ ઓફિસર, રશ્વિનભાઈ ડોડીઆ, આચાર્ય વી.કે. જેઠવા, શહેર અને તાલુકા ભાજપ પ્રમુખ-મહામંત્રીઓ, નગરપાલિકાના સદસ્યો સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની સાથે મેઘાણી હાઈસ્કૂલનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
નિવૃત થનાર જી.એસ.ગોસાઈ અને પી.એસ.ખાંટનું શાલ તેમજ મોમેન્ટો આપી નિવૃતિ સન્માન કરાયું હતું. શાળાના શિક્ષકો દ્વારા ભેટ આપી નિવૃતિ પછીનું જીવન નિરોગી રહે તેવી શુભકામના પાઠવી હતી.