બગસરા પંથકના આર્થિક રીતે પછાત વર્ગના લોકો બહાર દાંતની સારવાર ખુબ જ મોંઘી હોવાથી સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે. અહીં સિવિલમાં દાંતના ડોક્ટર નિયમિત ઉપલબ્ધ ન હોવાથી નાછૂટકે ઉછીના નાણા લઇને ખાનગી ડોકટર પાસે જવા મજબૂર થવું પડે છે. અહીં દાંતના ડોક્ટર હોવા છતાં તેમને મા કાર્ડ અને અમૃત કાર્ડ કાઢવાની કામગીરી કરવા માટે અમરેલી ખાતે મુકવામાં આવેલ છે. આવી સ્થિતિમાં લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં  દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. જો તંત્ર દ્વારા કાર્ડ માટેની આ કામગીરીમાં ડોક્ટરના બદલે કોમ્પ્યુટરના અન્ય જાણકાર કોઈ વ્યક્તિને મુકવામાં આવે તો અહીંયા દર્દીઓને ડોક્ટર નિયમિત મળી શકે તેમ છે. આથી તત્કાલ અહીંયા ડોક્ટરને ફરી કાયમી સેવા આપવા મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે.