ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે બગસરામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનો જથ્થો ઝડપાયો હતો. મેહુલભાઇ કિશોરભાઇ હડીયલ તથા સાહીલભાઈ ભીખુભાઈ શાહમદારની આશાપુરા સીઝન સ્ટોરમાંથી ચાઇનીઝ દોરીના કોકડાઓ ૧૦ નંગ મળી આવ્યા હતા. બગસરા ટાઉનમાંથી વસંતભાઈ નારણભાઈ પરમાર (ઉ.વ.૫૪) પાસેથી ૧૮૫ નંગ ચાઇનીઝ તુક્કલ મળી આવ્યા હતા.