બગસરામાંથી એક યુવકના બાઇકની ઉઠાંતરી થઈ હતી. બનાવ અંગે વિજયભાઈ કાનજીભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, બગસરા સતવારા સમાજની વાડી પાસેથી તેમના બાઇકની અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એચ. મીગ વધુ તપાસ કરી રહ્યા છે.