બગસરામાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ અને બાળ કેળવણી મંદિર દ્વારા ત્રણ સ્થળોએ વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ અને અન્ય દાતાઓના સહયોગથી બાળ કેળવણી મંદિર બગસરા દ્વારા શરૂ કરાયેલ આ સેવા યજ્ઞ નિયમિત રીતે ચાલી રહ્યો છે. બાળ મંદિર કેમ્પસમાં દમયંતીબેન ડાભી, હુડકો બગસરામાં જયેશભાઈ ત્રિવેદી અને સરાણિયા વિસ્તાર અટલજી પાર્ક બગસરામાં નયનાબેન જેકીભાઈ મેવાડા જેવા સેવાભાવી કાર્યકરોના સહયોગથી આ છાસ કેન્દ્રો કાર્યરત છે.