બગસરાના જેતપુર રોડ પર થયેલા અનેક ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા થોડી સખતાઈથી કામ લેતા દબાણ કરનારાઓએ પોતાનું દબાણ જાતે જ હટાવી લીધું હતું. પરંતુ પાલિકા દ્વારા દબાણ કરનારાઓ ઉપર હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવે તે પહેલા જ અઢી વીઘા જમીન પર દબાણ કરેલ ગફારશા ભીખુશા રફાઈ દ્વારા બગસરા નગરપાલિકા વિરૂધ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેમાં આ દબાણની જમીન તેમને કાયદેસર આપવા માટે દાદ માગેલ છે. આ બાબતે ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવતા જણાવ્યું કે આ ફરિયાદ ખોટી રીતે દાખલ કરવામાં આવેલ છે. સરકારની જમીન પર દબાણ કરનાર કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ પગલા લેતા તંત્ર ખચકાશે નહીં તેવું જણાવ્યું હતું.