બગસરાના નવનિર્માણ થઈ રહેલ અમરેલી બાયપાસ પર આવેલ પરફેક્ટ રિસોર્ટ દ્વારા આઠમા નોરતે બગસરા શહેરની તમામ ગરબીમાં રાસ રમતી બાળાઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા ૧૫૦૦ થી વધુ બાળાઓ માટે ભોજન પ્રસાદ સાથે આઈસ્ક્રીમ તેમજ કટલેરી વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરની ગરબીઓ જેવી કે આદેશ રાસ મંડળ, આશાપુરા રાસ મંડળ, ગીગેવ રાસ મંડળ, ખોડીયાર રાસ મંડળ, વર્ધમાન રાસ મંડળ, મુરલીધર રાસ મંડળ સહિતની તમામ નાની મોટી ગરબીઓની બાળાઓ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી. તેમજ મોટી સંખ્યામાં પ્રસાદ માટે ઉપસ્થિત રહી હતી. પરફેક્ટ રિસોર્ટ દ્વારા બાળાઓને ત્યાં સુધી દીકરીઓને લાવનાર તમામ લોકોનો તથા મોટી સંખ્યામાં સેવા આપનાર સ્વયંસેવકોનો આભાર માનવામાં આવ્યો હતો.