બગસરામાં નિર્મળ ગુજરાત ૨.૦ યોજના અંતર્ગત શહેરના હાર્દ સમા નૂતન સ્વામિનારાયણ મંદિરથી લઇને બાયપાસ સુધીના રોડને આઇકોનિક રોડ, નિર્મળ પથ બનાવીને તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ ભરતભાઈ સુતરીયા, મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય જે.વી. કાકડિયા, નગરપાલિકાના હોદ્દેદારો, વેપારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં આવો આઇકોનિક રોડ પ્રથમ વખત બનાવવામાં આવ્યો છે. આ રોડ બનાવવા માટે ૫૦ લાખ જેવી માતબર રકમનો ખર્ચ થયો છે. રોડ પર લોકોને બેસવા અને આરામ કરવા માટે ઉત્તમ સુવિધાયુક્ત નાનો ગાર્ડન તેમજ અલગ અલગ ચિત્રોથી સજ્જ આ રોડની દિવાલો અને અધ્યતન ડિસ્પ્લે સાથે આ રોડ બનાવવામાં આવ્યો છે.