બગસરા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે નવનિર્માણ પામેલ ભવ્ય પ્રાર્થના હોલના લોકાર્પણ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તારીખ ૬ ડિસેમ્બરના રોજ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બગસરા મોટી હવેલીના રાસેશ્વર બાવા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ મુકુંદભાઈ મહેતા, ઉપપ્રમુખ સિદ્ધાર્થભાઈ ઠાકર અને મંત્રી ભગીરથભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં દાતાઓના સહયોગથી તૈયાર થયેલ ભવ્ય પ્રાર્થના હોલનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રાર્થના હોલના સ્વપ્નદૃષ્ટા ચંદુભાઈ પંડ્યા અને નિર્માણમાં જેમનો સહયોગ મળેલ છે તેવા રાજુભાઈ બામટાનો સમાજ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવશે. આ ઉપરાંત દાતાઓનું સન્માન અને બ્રહ્મચોર્યાસીનું આયોજન પણ કરવામાં આવશે. આ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મસમાજ બગસરાના યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.