ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટમાં ૨૨ લોકોના મોત પછી વહીવટીતંત્રની ઘોડા છૂટી ગયા બાદ તાળા મારવા જેવી સ્થિતિ છે. હાલ રાજ્યભરમાં ફટાકડા વેચતા કે બનાવતા એકમો પર તપાસ કરવામાં આવી રહી છે. બગસરામાં સરદાર ચોકમાં રહેતા અને ફટાકડાનો ધંધો કરતા કૌશિકભાઈ મહેન્દ્રભાઈ ભરખડા (ઉ.વ.૪૨)ની માલિકીની દુકાન-ગોડાઉનમાં અલગ અલગ બ્રાન્ડના રૂ. ૧૮૦૦૦ની કિંમતના લાયસન્સ કે પાસ પરમીટ વગર ફટાકડાનું જાહેરમાં વેચાણ કરવા બદલ અમરેલી એસઓજી ટીમે કાર્યવાહી કરી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. એચ. મીંગ વધુ તપાસ કરી રહ્યા છે. રાજુલામાં રહેતા નિલેશભાઈ ચંદ્રકાંતભાઈ સંઘવી (ઉ.વ.૪૯)ની દુકાનમાંથી સુતળી બોંબના ૨૦૪ બોક્સ મળ્યા હતા.