બગસરા પંથકમાં લોકોએ સ્વૈચ્છાએ આકરા તાપમાં પણ મતદાન કર્યુ હતું. લોકશાહીના પર્વમાં કષ્ટ વેઠીને પણ યોગદાન આપ્યું હતું. આંગણવાડી વર્કરોએ વડીલોને મતદાન મથક સુધી પહોંચાડી મતદાન કરાવ્યું હતું. બગસરાના સ્વામિનારાયણ મંદિરના સંતોએ ધારાસભ્યની હાજરીમાં મતદાન કર્યુ હતું. મતદાન આપણો અધિકાર સમજીને લોકો ધોમધખતા તાપની પરવા કર્યા વગર મતદાન માટે દોડી ગયા હતા. જ્યારે તંત્ર દ્વારા લોકોને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધારીમાં ૪૬.૦૮ ટકા મતદાન થયું હતું.