અમરેલી જિલ્લામાં છેલ્લાં ઘણા સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીને કારણે મુસાફરો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ત્યારે બગસરા એસ.ટી.ના કર્મચારીઓએ આવી ગરમીમાં મુસાફરોને રાહત મળે તે માટે વિનામૂલ્યે ઠંડી છાશનું વિતરણ કર્યુ હતું. ધોમધખતા તાપમાં છાશનું સેવન કરી મુસાફરોએ આનંદ વ્યકત કર્યો હતો. આ અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે, ભારે ગરમીમાં છાશ વિતરણ કરી એસ.ટી.કર્મચારીઓએ સરાહનીય કાર્ય કર્યું છે. એસ.ટી.કર્મચારીઓએ આખો દિવસ મુસાફરોને છાશનું વિતરણ કર્યુ હતું.