બગસરા બસ સ્ટેશનમાં છેલ્લા ઘણા મહિનાઓથી પંખા બંધ હાલતમાં હોવાથી મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે. ડેપો મેનેજર રજા પર હોવાથી બસ સ્ટેશન ધણીધોરી વગરનું બનવા પામ્યુ છે. બગસરા બસ સ્ટેશનમાં સાફ-સફાઈ, અનેક રૂટ બંધ સહિતના પ્રશ્નો વારંવાર ઉદ્દભવે છે ત્યારે હવે બસ સ્ટેશનમાં છેલ્લાં ઘણા મહિનાઓથી પંખા ગાયબ થઈ ગયા છે. સ્ટેન્ડ નંબર ૧થી ૪માં વચ્ચે માત્ર એક જ પંખો આવેલો હોવાથી મુસાફરો ભારે ગરમીનો સામનો કરી રહ્યાં છે. જા કે મુખ્ય અધિકારી રજા પર હોવાથી કોઈ ધ્યાન આપતું નથી. આમ બસ સ્ટેશન ધણીધોરી વગરનું હોવાથી મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે. તેમજ બગસરાથી બપોરે ૧રઃ૩૦ કલાકે ઉપડતી અમરેલી રૂટની બસમાં અપડાઉન કરતા મુસાફરોએ સ્વખર્ચે રૂટ બોર્ડ બનાવીને આપ્યુ હતું. જા કે છેલ્લાં એક મહિનાથી આ રૂટ બોર્ડ પણ ગાયબ કરી દેવાયુ છે. સમયપત્રક લખેલા બોર્ડમાં સમય ભૂંસી નાખવામાં આવ્યો છે. આ બાબતે વર્કશોપ અધિકારીઓને ફરિયાદ કરતા તેમણે પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે મુસાફરોને આ બોર્ડ પાછુ લઈ જવાનું કહેતા મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે.