અમરેલી જિલ્લામાં સાર્વત્રિક પડી રહ્યો છે ત્યારે બગસરા અને કુંકાવાવ પંથકમાં ભારે વરસાદ પડવાથી સાતલડી નદીમાં પાણીની વિપુલ આવક થવા પામી છે અને નદી બે કાંઠે વહેતા બાબાપુર રોડ પરથી જવાનો માર્ગ બંધ થઈ જતા રાહદારીઓને વાયા તરવડાથી વાંકિયા થઈને અમરેલી જવું પડી રહ્યુ છે. પાણીથી બધા વોકળા પણ બે કાંઠે વહેવા લાગ્યા છે.