બગસરા એસટી ડેપો તંત્ર દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. એસટી નિગમની આવક વધારવા અને લોકોની સવલત પુરી પાડવા બગસરાથી ફતેપુરા એકસ્ટ્રા બસ શરૂ કરવામાં આવી છે સાથોસાથ ડેપો મેનેજરની સૂચનાથી લોકોને જ્યાં ત્યાં થુંકતા અટકાવવા અને જાહેરમાં ધુમ્રપાન કરતા લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે પાચ મહિનામાં ૪૮ જેટલાં લોકોને દંડ ફાટકરવામાં આવ્યો હતો. જેની કિંમત આશરે ૨૪૦૦ રૂપિયા જેટલી છે અને ફરી વખત જાહેરમાં ધુમ્રપાન ના કરવા પણ કહેવામાં આવ્યું હતું. સરકાર દ્વારા તમામ ડેપોને જોગવાઈ કરવામાં આવી છે કે જાહેરમાં થુકવું અને ધુમ્રપાન કરવું એ દંડનીય અપરાધ છે. તે નિયમને આગળ વધારી ડેપો મેનેજર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.