રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ સરપ્રાઈઝ વિઝીટ અંતર્ગત બગસરા તાલુકાના જુની હળિયાદ ગામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જેમાં શિક્ષણ, આરોગ્ય, પંચાયત સહિતના વિભાગોની તપાસણી કરી સમીક્ષા કરવામાં આવી હતી. બગસરા તાલુકાના જૂની હળિયાદ ગામે જિલ્લા વિકાસ અધિકારી પી. બી. પંડ્યા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, પંચાયત, મધ્યાહન ભોજન, શિક્ષણની વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓ, યોજનાની અમલવારી વગેરે બાબતોની તપાસણી કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન દરેક વિભાગોમાં થયેલી વિવિધ સરકારી યોજનાની માહિતી મુખ્યમંત્રી સાથે ઓનલાઇન જોડાઈને વિભાગ મુજબ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા આંકડા અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, બગસરા પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી બગસરા તેમજ પંચાયત અને રેવન્યુ હસ્તકના તાલુકા કક્ષાના અધિકારીઓ પણ જોડાયા હતા.