બગસરા નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, કાર્યક્રમમાં રાજય સરકારની વિવિધ યોજનાઓ અન્વયે અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. બગસરા નગરપાલિકા સેવા સેતુ કાર્યક્રમમાં ૭૨ નાગરિકોને આવકનો દાખલો, ૭ આઈ.સી.ડી.એસ. બાળકોના આધારકાર્ડ, ૫ જન્મ-મરણ પ્રમાણપત્ર, ૦૪ રાશનકાર્ડમાં નામ દાખલ અને સુધારા, ૬૦ કાનૂની સેવા, ૮૨૭ પશુઓને મેડિકલ સારવાર, ૧૦૫૫ પશુ રસીકરણ સહિત કુલ ૨૦૪૮ અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો. રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવી રહ્યું છે. રાજ્ય સરકારના પારદર્શી અભિગમ સુશાસન વ્યવસ્થા અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ દ્વારા નાગરિકોની વિવિધ સમસ્યાઓનું નિવારણ અરજદારોને ત્વરાએ મળી રહે તે માટે પારદર્શી શાસન વ્યવસ્થા કાર્યરત છે.