બગસરાની નાગરિક શરાફી સહકારી મંડળીની શાખામાંથી ચલાલાના ફિરોજભાઈ નજરમામદ બ્લોચે રૂ.૫૦,૦૦૦ની લોન લીધી હતી. આ લોન પેટે મંડળીના હપ્તા પૈકીની તમામ રકમ ચૂકવવા ફિરોજભાઈએ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. ચલાલા શાખાનો ચેક આપેલ. આ ચેક મંડળીએ ખાતામાં વટાવતાં તે પરત થયેલ, આથી મંડળીના વકીલ દ્વારા નોટિસ આપવામાં આવેલ હતી. આમ છતાં આરોપીએ મંડળીની રકમ ચૂકવી નહોતી. આથી મંડળી દ્વારા અમરેલી કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ થયેલ હતી. આ કેસ અમરેલી એડી. ચીફ કોર્ટમાં ચાલી જતા આરોપીને એક વર્ષની સાદી કેદ તથા ૯ ટકાના વ્યાજ સહિતની રકમ મંડળીને ચૂકવવા હુકમ કર્યો છે. મંડળી વતી એડવોકેટ ચંદ્રેશ બી. મહેતા અને અશોક બી. વાળાની દલીલો કોર્ટે માન્ય રાખી હતી.