બગસરા પંથકમાં પડેલ વરસાદથી ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકનું ધોવાણ થયું છે. જેના લીધે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. જેના સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી, મામલદાર તેમજ કલેકટરને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી કે બે દિવસ પહેલા બગસરા પંથકના ગામડાઓ જેવા કે ખારી, હડાળા, નવા પિપરીયા, ડેરી પીપરિયા, માવજીંજવા, બાલાપુર, આદપુર, પીઠડીયા, નવા વાઘણીયા, જૂના વાઘણીયા જેવા ગામોમાં આશરે ૧૦ થી ૧૨ ઇંચ જેટલો વરસાદ પડેલ છે. જેના લીધે આ તમામ ગામોમાં ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકોનું ધોવાણ થયું છે. તેમજ ખેતરોનું પણ ધોવાણ થયું છે. આ તમામ ગામોનો સર્વે કરવામાં આવે અને થયેલ નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવો પત્ર પાઠવીને તાલુકા પંચાયતના સભ્ય શારદાબેન બાબુભાઈ સતાસિયા દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.