બગસરા પોલીસ સ્ટેશનમાં ગુનામાં સંડોવાયેલા વાહનો બિનવારસી હાલતમાં ઘણા લાંબા સમયથી હતા. આવા વાહનોની આજે જાહેર હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં ભાગ લેવા માટે રૂ. ૧૦,૦૦૦ ડિપોઝીટ ભરવાની હતી. આ હરાજીમાં ૧૫૨ લોકોએ ભાગ લીધો હતો. આ હરાજીમાં ૮૦ મોટરસાયકલ, બે ફોર વ્હીલ અને એક બસ સહિત કુલ ૮૩ વાહનો હતા, જેની અપસેટ કિંમત ૬,૦૦,૦૦૦ નક્કી કરવામાં આવી હતી. જેમાં સૌથી ઉંચી બોલી ૯,૦૫,૦૦૦ બોલાઇ હતી. આ હરાજી ધારી ડિવિઝન એએસપી જયવીર ગઢવીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. જ્યારે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બગસરા પોલીસ સ્ટેશનના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.