બગસરા-મુંજીયાસર રોડ ઉપર આવેલ અટલજી પાર્ક સર્કલ પાસેથી રેશનીંગના ચોખાનો મોટો જથ્થો ઝડપાયો હતો. બગસરા મામલતદાર પ્રશાંત ભીંડી (ઉ.વ.૫૬)એ બીલખાના સમીરભાઈ ઓસમાણભાઈ ચૌહાણ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ કરવામાં આવતા ચોખાનો જથ્થો ૩૫૨૨.૨૨ કિ.ગ્રા. જેની કિંમત રૂ.૯૮,૬૨૨ તથા અશોક લેલન્ડ વાહન મળી કુલ રૂ.૨,૪૮,૬૨૨ ના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો હતો. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. એચ. મીંગ વધુ તપાસ કરી રહ્યા છે.