બગસરા શહેરમાં રેઢીયાળ ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ઠેક ઠેકાણે અડિંગો જમાવીને બેઠેલા રેઢીયાર ઢોરના ત્રાસથી અનેક રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પાલિકા દ્વારા આવા રેઢીયાળ ઢોરને ગૌશાળામાં મુકવામાં આવે તેવી માગણી થઇ રહી છે. અનેક લોકો આ આખલાના યુદ્ધના લીધે ઘાયલ પણ થઈ ચૂકેલ છે. આજે ફરીથી આખલા યુદ્ધ જોવા મળ્યું હતું. શહેરની બેન્ક ઓફ બરોડા પાસે જ આ આખલાનો આતંક ઘણા લાંબા સમયથી જોવા મળેલ છે. બેન્કમાં આવતા ગ્રાહકો તથા રાહદારીઓમાં પણ આખલા દ્વારા ઇજાનો ભય વ્યાપેલો રહે છે. વહેલી તકે નગરપાલિકા આ સમસ્યાનો હલ કરે તેવી રાહદારીઓની માંગ છે.