બગસરામાં છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડેલી પાંજરાપોળ ફરી ખાત મુહર્ત કરી ચાલુ કરવામાં આવશે.જયારે આ પાંજરાપોળ ૧૯૮૨ માં કાર્યરત હતી અને ૧૯૮૨ માં વાવાઝોડું આવતા ખંઢેર હાલતમાં પડેલી કરોડોની કિંમતની જમીનમાં આજે પાંજરાપોળ બનવવાનું ફરી નક્કી કરવામાં આવ્યું હતું.જેમાં જીદયા પ્રેમી અને ઉદાર એવા જૈન સમાજે પોતાની કીમતી જમીન જે અમરેલી રોડ ઉપર આવેલ ત્યાં પાંજરાપોળ બનાવવાનુ નક્કી કરેલ જેનું આજરોજ ખાતમુહર્ત કરવામાં આવેલ હતું.