બગસરામાં સફાઈ કામદારો દ્વારા ચાલી રહેલ આંદોલનનો અંત આવતા લોકો તેમજ વેપારીઓ ખુશખુશાલ થઇ ગયા હતા. સફાઈ કામદારો દ્વારા પાલિકા કચેરી ખાતે ધરણા ધરવામાં આવ્યા હતા અને પડતર પ્રશ્ન જેવા કે બે માસનો પગાર તેમજ બોનસ ચૂકવવાનું બાકી હતું તે ચૂકવી આપવા પાલિકા કચેરી ખાતે સફાઈ કામદારો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ધરણા ધરવામાં આવ્યા હતા અને શહેરની સફાઈ કામગીરી બંધ કરવામાં આવી હતી જેના હિસાબે લોકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જયારે ગઈકાલ રાતના સફાઈ કામદારના પ્રમુખ સાથે ચીફ ઓફિસર તેમજ વેપારીઓની સમજાવટથી સફાઈ કામદારો દ્વારા હડતાલનો અંત લાવવામાં આવ્યો હતો. ચીફ ઓફિસર દ્વારા ખાતરી આપવામાં આવતા હડતાળ સમેટવા અને સફાઈ કામગીરી શરૂ કરવા કહેલ હતું અને ચીફ ઓફિસર દ્વારા જણાવેલ કે જે બાકી પગાર છે તે નવેમ્બર મહિનામાં તા. ૧ થી ૫ માં કરવામાં આવશે અને બોનસ માટે સરકારને જાણ કરી અને ઘટતું કરવામાં આવશે તેવી ખાતરી આપેલ જેથી હડતાળનો અંત લાવવામાં આવ્યો હતો.