આજે સવારે બગસરાથી સુરત જતી એસટી બસ નિયત સમય કરતા એક કલાક મોડી ઊપડી હતી. મળતી માહિતી મુજબ, બસ શહેરની બહાર નીકળતાની સાથે જ ટિકિટ-મશીનમાં ખરાબી આવી ગઈ હતી. જેના કારણે ડ્રાઇવર અને કંડકટરે બસને ત્યાં જ રોકી દીધી હતી. આ ઘટના બગસરા એસટી ડેપોની ગેરરીતિઓ ઉજાગર કરે છે, જ્યાં વારંવાર લાંબા રૂટની બસો નિયત સમયમાં ઉપડતી નથી. બસમાં મુસાફરી કરી રહેલા લોકો ખૂબ પરેશાન થઈ ગયા હતા. કેટલાક લોકોને તો મહત્વપૂર્ણ કામકાજ પર પણ જવાનું હતું. મુસાફરોએ જણાવ્યું કે, ડ્રાઇવર અને કંડકટરે ટિકિટ-મશીન બગડવાની ફરિયાદ સાથે ઓપરટરને બોલાવ્યો હતો, પરંતુ ઓપરેટર એક કલાક સુધી આવ્યો ન હતો. આખરે, ઓપરેટરે આવીને ટિકિટ-મશીન રીપેર કર્યું અને બસ એક કલાકના વિલંબ બાદ ઊપડી. આ ઘટના બાદ મુસાફરોએ માંગ કરી છે કે, એસટી વિભાગ દ્વારા આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કડક પગલાં લેવામાં આવે. બસો ઊપડતા પહેલાં મશીનોની સંપૂર્ણ તપાસ કરવામાં આવે જેથી મુસાફરોને આવી અસુવિધાઓનો સામનો કરવો ન પડે.