પદ-પ્રતિષ્ઠા હાથમાં આવતા ઘણાં લોકો હાથમાં રહેતા નથી. સત્તાધીશોના ઘણીવાર એવા નિવેદનો આવતા હોય છે. ફરી એકવાર આવું જ કંઈક એક ભાજપના નેતાએ કર્યું છે. જીહાં, સત્તાના મધમાં વડોદરા ભાજપના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને શહેરીજનોને લઈને એવું નિવેદન આપ્યું છેકે, સાંભળીને તમારું પણ લોહી ઉકળી જાય. એક તરફ વડોદરામાં વિશાનક પુરની સ્થિતિને કારણે જનજીવન હજુ પણ ઠાળે પડ્યું નથી. લોકોને કરોડો રૂપિયાનું જાનમાલનું નુકસાન થઈ ગયું છે. આવી સ્થિતિમાં નેતાજી કહેછેકે, પૂરમાં રહેતા શીખી જાઓ…
વડોદરા મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન શિતલ મિસ્ત્રીએ કહ્યુંકે, પૂરની સ્થિતિને પગલે લોકોએ ઘર દીઠ એકએક ટ્યુબ વસાવીને રાખવી જોઈએ. જયાં મોટી સોસાયટીઓ હોય ત્યાં એક તરાપો અને દોરડા રાખવા જોઈએ. શિતલ મિસ્ત્રી બોલ્યા, લોકો તંત્ર પર આક્ષેપ કરવાની જગ્યાએ ઘરમાં ટ્યૂબ, દોરડા, તરાપો રાખે… પૂરની સ્થિતિ સાથે જીવતા શીખો…વરસાદ તો દર વર્ષે આ રીતે જ આવવાનો છે. જેથી ભારે વરસાદ અને પુરની સ્થિતિ સાથે જીવતા લોકોએ હવે શીખી લેવું જોઈએ.
વડોદરા સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનના નિવેદનથી વિવાદ. સ્ટેડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીએ જણાવ્યુંકે, મારા નિવેદન બદલ હું દિલગીર છું. મારો ઈરાદો કોઈની લાગણી દુભાવાનો નહોતો. મારી લાગણી જવાબદારી માંથી છટકવાની નહોતી.
વીએમસીના વિપક્ષના નેતા અમી રાવતે જણાવ્યુંકે, જવાબદાર તંત્ર અને સત્તાપક્ષ પોતાની જવાબદારીમાંથી છટકી
રહ્યું છે. લોકો હેરાન પરેશાન છે. આવા નિવેદનોથી પ્રજા પરેશાન છે. પ્રજાની પડખે રહેવાને બદલે પ્રજાની આવી ક્રુર મજાક કરવી યોગ્ય નથી.