વડીયાની કોર્ટમાં આરોપીઓ નિર્મળભાઈ ઉર્ફે લાલો મહેશભાઈ વાળા રહે. બરવાળા બાવીશી તથા અન્ય ત્રણ આરોપીઓ સામે ફોજદારી કેસ ચાલી જતા આરોપી નિર્મળભાઈ ઉર્ફે લાલો મહેશભાઈ વાળાને તકસીરવાન ઠેરાવીને કોર્ટ દ્વારા આરોપીને ત્રણ વર્ષની કેદ તથા રૂ.પ૦૦૦નો દંડ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરિયાદી અરવિંદભાઈ ડોબરીયા રહે.બરવાળા બાવીશી દ્વારા આરોપી સામે વડીયા કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદી તર્ફે એડવોકેટ તરીકે અમરેલીના જયેશ પી. ત્રિવેદી અને અર્જુન આર. કાકડીયા(ચલાલા) વાળા રોકાયેલા હતા.